:- " વિતેલા વરસના સંભારણાં " - :
ચાલો વાગોળીએ વિતેલા વરસના સંભારણાં;
હસી ખુશી મળી છે જે જણસના સંભારણાં;
ક્યાંક રહ્યાં સચેત તો ક્યાંક લપસાઈ જવાયું,
જીવનરૂપી લીસી ને સપાટ ફરસના સંભારણાં;
ગુજરતા હર વરસે નશો દોસ્તીનો ગહેરો થાય,
નવાં ને જૂનાં મિત્રો નામના ચરસના સંભારણાં;
ચોવીસ ગયું ને ને થયું છે આગમન પચ્ચીસનું,
છતાં રહી ગઈ અઘૂરી એ તરસના સંભારણાં;
હર નિરાશા બાદ મળે છે એક ઉમ્મીદ "વ્યોમ"
નિરસ જિંદગીમાં જાગતાં, રસના સંભારણાં;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.