વિદાય લઈ ગયેલ વરસ
દિલથી તારો ખૂબ આભાર
સારું નરસું જે પણ થયું
હાથ જોડી માફી મંગાય
જુની યાદો સ્મૃતિઓનાં
ખજાનામાં સદા સચવાય
નવા શમણાંઓની સંગે
આશાઓની ઊડાન ભરાય
નવાં વરસનું નવું પગરણ
મંઝિલની આશમાં મંડાય
પુરૂષાર્થને પ્રારબ્ધથી
સફળતાના શિખરે પહોંચાય
આભેથી ઈશ્વરના અવિરત
આશિષ છલકાય…
-કામિની