આ વર્ષ ની અંતિમ રચના��
ભલે તું છોડી ગયું અમને પણ તારી યાદો કાયમ રહેશે,
તે રંગ બતાવ્યા છે અવનવા એ ફરિયાદો કાયમ રહેશે.
ભુલી ગયો છું નાના મોટા કેટલાય અંતરાયો ને અવરોધો
પણ અંતર સુધી ઉતરી ગયેલા વિખવાદો કાયમ રહેશે.
ક્યારેક રડ્યા હૈશું તો દિલ ખોલી ને ખડખડાટ હસ્યા હૈશુ,
એ 2024 તારી સાથે કરેલા ખટમીઠા સંવાદો કાયમ રહેશે.
અતિશય પ્રયાસો પછી પણ સુધારી નથી શક્યો એ વાદને,
જખમ માં થી નાસૂર બની ગયેલા એ વિવાદો કાયમ રહેશે.
જે ગયુ તે ગયુ, કોઈ હિસાબે કદી પાછું આવવાનું પણ નથી,
" મિત્ર " હર્ષ કરું કે શોક ખબર નથી અપવાદો કાયમ રહેશે.
વિનોદ સોલંકી " મિત્ર "
- Umakant