કદર
મહેકતા ગુલશનને હર કોઈ માણવા જાય.
ઉજ્જડ ગુલશન નહીં કોઈ ખિલવવા જાય.
ગુલશન મહેકતાં માળીને આનંદ હા થાય.
ગુલશનને ઉજડતાં માળીનું કાળજું કપાય.
મહેકે રક્ત સિંચન કરેલ ગુલશન, દેખાય.
ઉજડે જ્યાં ગુલ તે પુનઃ ઉગાડી ના શકાય.
ખિલે જે ગુલ તેને સદા પ્રેમેથી સ્વીકારાય.
મુરજાયેલા ગુલની કદી કિંમત ના ગણાય.
એજ દશા દિશે માનવની, ગરજે યાદ થાય.
મટી જ્યાં ગરજ માનવીની, તમે કોણ થાય.
સુભાષ ઉપાધ્યાય ‘મેહુલ’
ઓગષ્ટ/૧૯/૨૦૨૪
- Umakant