🙏🙏કોઇપણ સંબંધનું ટકાઉપણું નો મુખ્ય પાયો વિશ્વાસ છે. વિશ્વાસ નાં પાયા ઉપર જ સંબંધ નામની સુંદર ઈમારતનું સર્જન થતું હોય છે.
કોઇપણ વ્યક્તિ પ્રત્યે પોતાનાપણું ની લાગણી ઉપજવી સ્વભાવગત આવેગ કે પછી વિચારપૂર્વકનું ખેંચાણ હોય શકે છે.
આ લાગણીનો આવેગ જ્યારે પરિપક્વતા નું રૂપ ધારણ કરે છે ત્યારે જ પ્રણય નામનું બીજ અંકુરિત થાય છે.
બે વ્યક્તિ પ્રત્યે પ્રેમભાવના છે,આ પ્રેમની ભાવના ટકાવી રાખવા માટે બન્ને વચ્ચે સૌથી જરૂરી પરિબળ હોય તો તે વિશ્વાસ છે. બંને વ્યક્તિઓ વચ્ચે જો વિશ્વાસ હશે તો સંબંધ આપો આપ ટકશે અને મજબૂત થશે.
કોઈ વ્યક્તિ પોતાની અંગત બાબતો, ઘટનાઓ તેમજ તેનાં વિચારો સામેની વ્યક્તિ સમક્ષ ત્યારે જ રજૂ કરે છે જ્યારે તેને તે વ્યક્તિ પ્રત્યે પૂર્ણ પણે વિશ્વાસ હોય છે.
કોઈ વ્યકિત જ્યારે આંખ મીંચીને આપણી પર વિશ્વાસ કર્યો હોય ત્યારે આપણી પણ ફરજ બન્ને છે કે તેની આંખો કાયમ માટે બંધ કરવા મજબૂર ના થાય. તે વ્યકિતનો આપણા પર જે વિશ્વાસ છે તેને સાચવી રાખવાની જવાબદારી આપણી થઈ પડે છે.
તે વ્યક્તિ સાથે કરેલો વિશ્વાસઘાત તેના માટે આઘાત લઈને આવે છે.તેનો આપણા પ્રત્યેનો લગાવ જ્યારે તેને ઘા આપી જાય છે ત્યારે તે હતાશ થઈ જાય, મનથી તુટી જાય અને ક્યારેક પોતાની જીંદગી પણ ટુંકાવી દે છે. વિશ્વાસઘાતનો આઘાત દરેક વ્યક્તિ સહન કરવા સક્ષમ હોતી નથી.
કોઇપણ વ્યક્તિ આપણી સાથેના કોઈપણ સંબંધો માં ડર ના અનુભવે કે તેને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ કે શરમ સંકોચ ના રહે તો ખરેખર આપણે તે વ્યકિતની વિશ્વસનીયતા નાં માપદંડમાં ખરાં ઉતર્યા છે.તેની વિશ્વસનીયતા કેળવી છે. તો તેને ટકાવી રાખવા માટે હંમેશા તત્પર રહેવું પડે છે.
કોઈ વ્યક્તિ આપણી પર વિશ્વાસ મુકે છે તેનો મતલબ એમ થાય કે તેનો શ્વાસ આપણા ભરોસે મુકે છે અને કોઈનો શ્વાસ છીનવી હત્યા કરવી સારા માણસોને શોભે નહીં.🦚🦚