"ગયો"
ગઝલ
છંદઃ રમલ ૧૯
ઝેર છે જાણ્યું હતું ને પી ગયો,
જે મને દીધું બધુંયે પી ગયો.
એક ડગલું મોત સામે જોયું મેં,
જિંદગી મુશ્કેલ હતી જાણી ગયો.
કંઠમાં રોકે ઝહર શંકર શિવા ,
જીવ હું પામર છતાં જીવી ગયો.
હું નથી નીલકંઠ કે વિષધર ભલે,
વખ બધું સંસારનું પામી ગયો.
હું મનોમન મન મહીં મક્કમ હતો,
જે મળ્યું માગેલ અપનાવી ગયો.
- સુમિત "યક્ષ"
🙏🏻
- Umakant