પ્રિય કવિ-સાહિત્ય રસિક મિત્રો.....
ખાસ જણાવવાનું કે દિવાળી આવે એટલે ઘરની સાફ સફાઈમાં ઘણી વખત અગત્યની વસ્તુ કે પસ્તી લેનારને નજીવી કિંમતે આપી દઈએ છીએ.
હું સૂરત જિલ્લામાં વિસ્તરણ અધિકારીની ફરજ પર હતો ત્યારે એક ફેરી કરનાર ભાઈ પસ્તીની લારી લઈ મારા સરકારી આવાસ પાસે આવ્યો. તેની લારીમાં ઘણું સાહિત્ય લોકોએ પસ્તીમાં આપેલું જોયું.તેને બદલે આ પસ્તીવાળા ભાઈ ચણા સીંંગ આપતા હતા.
મારી નજર અચાનક એક જૂનું અને ફાટી ગયેલું પુસ્તક પર પડી.
લારીવાળા ભાઈને કીધું કે આવાં જે કોઈ પુસ્તકો આવે તો તે મને આપજે હ એનેું બદલે તમેં ચુકવેલા રૂપિયા કરતાં સવાયા આપીશ.
ખરેખર એ મેં જે પુસ્તક લીધું તે પુસ્તક *શ્રીમદ ભાગવત* હતું.જે પુસ્તક લીધા પછી આખું વાચન કર્યું.રંગીન ચિત્રો થકી આખું ભાગવત સમજાય એવી સરળ શૈલી અને ઘણાં બધાં અવતરણો સાથે આ પુસ્તક મેં પાછળના મુખ્ય પેજ પર જોયું તો ૧૦૫ વર્ષ જૂનું પુસ્તક અને તે વખતે એકજ *ગુજરાતી પ્રેસ* મુંબઈ હતો.ત્યાં છપાયું હતું.જેને આજે સોનાનાં ઘરેણાં જેમ સાચવીને મારી લાયબ્રેરીમાં રાખ્યું છે.
હું જ્યાં જ્યાં પુસ્તક ભાળું ત્યાં ગમતાં પુસ્તક ખરીદી આગળના મુખ્ય પેજ બાદ ના પેજ પર પુસ્તક ખરીદયાં તારીખ અને એ સ્થળ ખાસ લખું છું.
આ રીતે મારી અંગત લાયબ્રેરીમાં અંદાજે ૩૦૦૦ થી વધુ પુસ્તકો છે.
❤️હું સોનું ચાંદી ઓછું ખરીદું છું,પરંતુ પુસ્તક વધુ ખરીદું છું.❤️
કવિ/વાચક મિત્રોને મારું આ લખાણ બૉર લાગ્યું હોય તો ક્ષમાયાચના.
આભાર....
- વાત્સલ્ય
પાટણ :૧૦ નવેમ્બર