પપ્પા સાથેનો છેલ્લો એકાંત..
યાદો તાજી થઈ અને ફરી એ વાત વાગી ગઈ;
હુંફાળા એ સ્પર્શ ની અનુભૂતિ હૃદયમાં જામી ગઈ.
સમય ચાલ્યો? કે હું આગળ નીકળી ગયો;
એ કંપાવતા વિચારથી હું ત્યાં થોભી ગયો.
પપ્પાને લઈને નીકળતા એ રાતથી હું હારી ગયો;
અને પરત ઘર સુધીની એકલી સફરથી હું થાકી ગયો.
પુત્રમાંથી પીઢ બનાવતો એ સમય ક્ષણભરનો હતો;
એ પછીની જિંદગીનો ક્ષણ - ક્ષણ પપ્પાની યાદનો હતો.
©- અંકિત કે ત્રિવેદી 'મેઘ'