🙏🙏ઘણા જ પ્રશ્નો બેચેન કરે છે. નિરુત્તર રહીને જીંદગી તું આમ કેમ હેરાન કરે છે?
ઉત્તર એક મળે ના મળે ત્યાં જ બીજાં બે વણ ઉકેલ્યા પ્રશ્નો ઉભા કરે છે. જીંદગી તું કેમ હેરાન કરે છે?
અડધાં પંથ કાપું જ્યાં ત્યાં જ તું રસ્તે વળાંક આપે છે. જીંદગી તું કેમ હેરાન કરે છે?
કોઈ જ્યોતિ મનનો અંધકાર થોડો દુર કરે ને તું તેને જ દૂર કરે. જીંદગી તું કેમ હેરાન કરે છે?
અનંત અંતર કાપી નાવ કિનારે નજીક આવે ત્યાં જ તું હલેસાં ડુબાડી કાઢે. જીંદગી તું કેમ હેરાન કરે છે?
કોઈ આવશે પત્ર અનંત તૃપ્તિનો ત્યાં જ વાટે રાહ જોતી આંખે ટપાલી ના આવે જીંદગી તું હેરાન કેમ કરે છ?ે
અખૂટ ધન ક્યાં માગું.મનની તૃપ્તિ નો જ્યાં અહેસાસ મળે એ માગું ત્યાં જ જીંદગી તું હેરાન કરે છે.
ઘણો જ હેરાન કરી દીધો જીંદગીે મુજને બસ હવે હાર નહીં માનું સંકલ્પ કરી લીધો. હવે ભલે જીંદગી તું હેરાન કર.🦚🦚