Gujarati Quote in Book-Review by Mahesh Vegad

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રીની ઈચ્છા કે જરુરત પણ ન સમજવી જોઈએ?

હિસ્ટીરીયાની બિમારીના બંધનમાં બાંધી દઈ મહિલાની મરજીને દબાવી દેવાનું ઉચિત નથી.


હિસ્ટીરીયા નામની વ્યાધિ, ગર્ભાશય, ભૂત વળગીને કે માતા આવીને ધુણવાનું, બાવા-ભૂરાડીઓ અને મેડિકલ સાયન્સને શું લાગે-વળગે વળી? અને આ બધાને સ્ત્રીની જાતીયતા સાથે શું? સ્ટેજ પર હાલેલુયા કરવું કે રોક કોન્સર્ટ કે જુલુસમાં ભીડ વચ્ચે નાચવું ને ઓશો રજનીશના સંભોગથી સમાધિના આઈડિયા વચ્ચે શું સામ્યતા?

સ્ત્રીની જાતીયતાને પિતૃસત્તાક વ્યવસ્થામાં હંમેશા દબાવવામાં આવી છે. ત્યાં સુધી કે દાંપત્ય જેવા અધિકારીક સંબંધમાં પણ સ્ત્રીને પતિ પાસેથી પોતાની જાતિય જરૂરત સંતોષવાની માંગણી કરવાનો અધિકાર નહોતો, હજી પણ ઘણે અંશે નથી. આજે પણ પોતાની જાતિય જરૂરત વિશે સભાન સ્ત્રીને સંસ્કારી ગણવામાં આવતી નથી.

આજથી 500-700 વર્ષ પહેલા યુરોપ-અમેરિકામાં છોકરીઓ-મહિલાઓમાં એક બીમારી જબરદસ્ત રોગચાળાની જેમ ફેલાઈ રહી હતી. ત્યાં દર ચોથી-પાંચમી સ્ત્રી હિસ્ટિરિયાની રોગી મનાતી હતી. હિસ્ટીરીયાને આજે આપણે એક માનસિક-ચેતાતંત્રનો રોગ સમજીએ છીએ, જે સ્ત્રીઓ-પુરુષો બંનેને થઈ શકે છે, પરંતુ ભૂતકાળમાં એનો અર્થ અલગ હતો.

ગ્રીક શબ્દ હિસ્ટેરો(મતલબ ગર્ભાશય) પરથી આ વ્યાધિનું હિસ્ટીરીયા એવું નામ પડેલું. એવું મનાતું કે સ્ત્રીનું ગર્ભાશય સ્થાનભ્રષ્ટ થઈને એના શરીરમાં ફરવા માંડે, ઉછળકૂદ કરવા માંડે, એને લીધે સ્ત્રીને ચક્કર આવવા, બેભાન થઈ જવું, ધ્રુજારી છુટવી, દુખી-બેચેન રહેવું, તાવ આવવો, ગુસ્સો કરવો, રડવું જેવા ગાંડપણ કે વળગાડના લક્ષણો ઉદભવે છે. એના ઈલાજ રૂપે સ્ત્રીને પતિ દ્વારા વારંવાર જાતીય સુખ આપવું, એની યોનીમાં સુગંધી તેલ લગાવવું અને વધુમાં વધુ બાળકો પેદા કરાવડાવી એને વ્યસ્ત રાખવા સાથે કાબુમાં રાખવી એવી ભૂલ ભરેલી માન્યતા હતી.

આ અંધશ્રદ્ધામાં સૌથી મોટી ગેરસમજ તો એ કે ત્યારે ફક્ત પુરુષ ડોક્ટર જ હતા, મહિલા તો માત્ર નર્સ જ બની શકતી. એ વખતે ઘણા પુરુષ ડોક્ટર આવી કથિત હિસ્ટિરિયાની દર્દી મનાતી સ્ત્રીના ઘરે મુલાકાત લેતા ને પોતાના હાથે એમના ગર્ભાશયના સ્થાન પર, મતલબ યોની ની ઉપરની બાજુના ત્રિકોણસ્થાન (પ્યુબિક ક્રસ્ટ) પર હાથથી મસાજ કરતા અને સ્ત્રીનું કથિત અસ્થાને રહેલું ગર્ભાશય પાછુ સ્થાન પર આવતા સ્ત્રી રોગમુક્ત બનતી એવું માનતા. ખરેખર તો ડોક્ટરના મસાજ દ્વારા સ્ત્રીને ઓર્ગેઝમ (ચરમસુખ) મળતા એ શાંતિ અને સંતુષ્ટી અનુભવતી.

એ સમયે પુરુષ ડોક્ટરો પણ એવું જ માનતા કે સ્ત્રીને ચરમ સુખની અનુભૂતિ ફક્ત પુરુષ સાથેના શારીરિક સંબંધથી જ મળી શકે, એ સિવાય નહીં. આ કારણે કોઈ પુરુષ પોતાની પત્નીને ડોક્ટર દ્વારા આ ટ્રીટમેન્ટ મળવા પર નારાજ થતા નહીં. જોકે હિસ્ટિરિયાની કહેવાતી દર્દી એવી સ્ત્રીઓને રોજના આ મસાજ સેવા આપવાને કારણે ઘણા ડોક્ટરોના કાંડા દુખવા લાગતા ને કાર્પલ ટનલ સિન્ડ્રોમ નામની વ્યાધિ પરેશાન કરતી. છેવટે ડોક્ટરોએ આ કામ નિવારવા 1870 માં સૌપ્રથમ મસાજર મશીન શોધ્યુ, જે હિસ્ટિરિયાની દર્દી મનાતી સ્ત્રીને મસાજ કરી આપતુ. વિચારો, અન્ય જીવનજરૂરી યંત્ર શોધવાનું બાજુ પર મૂકીને ભલે ભૂલમાં પણ અત્યારે વાઈબ્રેટર ગણાતા સેક્સટોયનું પૂર્વજ એવું મસાજર શોધવું પડેલું. સમસ્યા કેટલી વિકરાળ હશે એ સમજો.

એ પછી મનોવિજ્ઞાન-ન્યુરોસાયન્સ વિકસિત થતાં આ રોગ વિશે ઘણી ગેરમાન્યતાઓ દૂર થઈ, પરંતુ તેમ છતાં હિસ્ટિરિયાને ફક્ત મહિલાઓનો રોગ ન માનીને સામાન્ય માનસરોગનું સ્થાન ઘણા વર્ષો-દાયકાઓ પછી (છેક ૧૯૮૫ આસપાસ) મળ્યું હતું. મૂળભૂત રીતે સામાજિક વ્યવસ્થા અને પારિવારિક પરિસ્થિતિને કારણે સ્ત્રીઓમાં અને પુરુષોમાં પણ દબાયેલી જાતીય ઈચ્છા સળવળે, પરંતુ એના પર કંટ્રોલ ન રહે ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય. આજે પણ કુદરતી જરૂરત એવી જાતીય સંસર્ગથી દૂર હોય એવી એકલી વ્યક્તિ કે પરિણીત હોય પરંતુ એકાંત ભોગવી ન શકતા વયસ્કોમાં પણ આ રીતે હાઇપર ગુસ્સો કે વર્તન થતું જોવા મળતું હોય છે, પરંતુ પુરુષ માટે હસ્તમૈથુન કે અનૈતિક મૈથુન કરવું જેટલું સામાન્ય છે એટલું સ્ત્રીઓ માટે આજે પણ નથી.

જે સ્ત્રી આજે પણ પોતાની જાતિયતા વિશે પોતે નિર્ણય લઈ શકતી નથી, જેને કાં તો જરૂરથી ઓછો પાર્ટનરનો સંસર્ગ મળે અથવા તો મરજી વિના ન ગમતા પાર્ટનર સાથે સંબંધ બાંધવાની ફરજ પડાતી હોય, એવી સ્થિતિમાં સ્ત્રીઓ કથિત હિસ્ટેરીક વર્તન કરતી જોવા મળે છે. એને પાછી અલગ-અલગ ધાર્મિક ભુવા-બાવા પાસે લઈ જવાતી હોય છે, જ્યાં ધર્મ, વળગાડ કે ભૂત-ચુડેલ ના નામે એ સ્ત્રીનું શોષણ થાય. ઘણીવાર યુરોપિયન સ્ત્રીને ડોક્ટર આપતા એવી સારવારથી એની ઈચ્છા પૂર્ણ થતા એ સ્ત્રી ફરી નોર્મલ થઈ જાય, પણ પછી એને વારંવાર એવી સારવાર લેવાની કુટેવ પણ પડી જાય. એના પર ધર્મનો સિક્કો હોય એટલે કોઈ વાંધો પણ ન ઉઠાવે. આવું જ અમુક ડોક્ટરો પાસે વધુ જતી સ્ત્રીઓ બાબતે પણ થતું જોવા મળે છે.

આવામાં સ્ત્રીને સમજાવટ દ્વારા અન્ય માર્ગે વાળી શકાય. એ ઉપરાંત સૌથી અગત્યનું સમાજવ્યવસ્થામાં પુરુષની જેમ જ સ્ત્રીની જાતીય ઈચ્છા, મરજી અને પસંદગીનું પણ સન્માન થાય એ ઇચ્છનીય છે.

Gujarati Book-Review by Mahesh Vegad : 111955806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now