🙏🙏આપણાં પરિવારનું કોઈ સભ્ય કોઈ યોગ્ય કારણસર નારાજ થાય તો તેની નારાજગી યોગ્ય હોય શકે છે.તે સમયની મર્યાદામાં જે તે વ્યક્તિ થી રિસાઈ જાય તે પણ તેની લાગણીઓના આવેશમાં યોગ્ય કહી શકાય છે.
કોઈ સબળ કારણો હોય અને તે વ્યક્તિ થી માનસિક રીતે કાયમી સંબંધ નો અંત લાવી દે તે પણ બની શકે છે.
દોસ્ત આપણે સાચા છીએ, આપણે જાણીએ છીએ અને પરિવારના દરેક સભ્યો પણ જાણતા હોય છે. તે લોકો ભૂલ કરનાર ને ઠપકો આપીને તે આપણું સમર્થન પણ કરે છે અને આપણી નારાજગી યોગ્ય ઠેરવે છે.
આવા સમયે જ્યારે આપણે કોઈ એક વ્યકિતની અલગ વિચારધારાને કારણે પરિવારના દરેક સભ્ય થી નારાજ થઈ ને પરિવારથી જ દૂર થઈ જવું આપણી નારાજગી માં હતાશા સાથે આંશિક અન્યાય સુચવે છે.
આપણે હતાશા શું કામ થવું જોઈએ.આપણે એક નકારાત્મક વ્યક્તિ થકી આપણા સકારાત્મક વિચારોનું શું કામ ગળું દબાવી દેવું જોઈએ. કોઈ એક વ્યકિતની નકારાત્મક વિચાર શૈલી એટલી તો બળવાન ના હોવી જોઈએ કે આપણી આખેઆખી સકારાત્મક ઉર્જાનું દમન કરી જાય.
આપણે નારાજ પણ પરિવાર નાં દરેક સભ્યો સાથે શું કામ થવું જોઈએ.
જ્યારે સંકટ સમયે એ જ પરિવાર સાથ આપે છે તે પરિવારનો સાથ છોડવો સમજું પણું તો ના કહેવાયને?.
આપણે આપના મનને ખરેખર મજબૂત કરવું જોઈએ. દરરોજ ખીલતા પુષ્પને કોઈ ચુંટી જાય છે પરંતુ છોડ પર રહેલી કળીઓ ખીલવાનું બંધ કરતી નથી પરંતુ પહેલા કરતા પણ વધુ વેગે ખીલે છે. વિચારોનું પણ કંઈક આવું જ છે.🦚🦚