🙏🙏પ્રણયમાં વિરહની વેદના શું છે? તે જાણી હશે પરંતુ મેં અનુભવી છે.
તારી સાથે વિતાવેલી અઢળક ક્ષણોનો સરવાળો અચાનક ભાગાકાર થઈ જાય તો મારા હૈયામાં શુન્યતા જ રહી જશે એ તને કદાચ ખ્યાલ હશે જ?
તારી સાથે મુલાકાત થઈ હતી.તે અંતિમ હશે. મેં કંઈ એ જાણ્યું હતું મને તો એજ ખબર હતી કે અઢળક મુલાકાતોની હજુ આતો શરૂઆત છે.
તેં કહી દીધું કે "હવે આપણે નહીં મળીએ" તારું આ વિધાન સીધું જ હૈયામાં વાગ્યું એ પણ બાણ ની જેમ કેમ કે "હવે આપણે નહીં મળીએ" તારું આ વિધાન આશા નું તો મૃત્યુ જ હતું સાથે જ તારા પ્રણયનું પણ!
તને નહીં સમજાય તારું કહેવું "આપણે નહીં મળીએ". તેમાં હતાશા ના હતી પણ મનમાં થોડો સ્વીકાર ભાવ હતો.
આ તારો સ્વીકાર ભાવ તારી જુદાઈ કરતા પણ વધુ વેદના આપી ગયો.તને નહીં સમજાય અને સમજાશે તો પણ હવે મને તું નહીં સમજાય.🦚🦚