🙏🙏પ્રણયને એક જ વ્યાખ્યામાં ક્યાં બાંધે! પ્રણય તો લાગણીઓ ની રંગોળીમાં રંગાઈ જાય છે.
મીરાનો ગિરધર બની, નરસૈંયાનો શામળિયો કે પછી રાધાનો કાન્હો બની હૈયે વસી જાય છે.
એકવાર પ્રણયની પવિત્રતા પામી લો પછી! હવસ નું સ્થાન પગની એડી નીચે દબાઈ જાય છે.
જે સમજે પ્રણયને સ્નેહની લાગણીઓનો સાગર તે ડુબી ને પણ મહેરામણ તરી જાય છે.🦚🦚
- Parmar Mayur