🙏🙏એક જંગલ હતું.આ જંગલમાં બધાં જ પ્રાણીઓ પરસ્પર હળીમળીને રહેતા હતા.બધા જ સંપીને પોત પોતાની દુનિયામાં મસ્ત રહેતા હતા.
આ જંગલમાં એક વખત કંઈક થી બે શિયાળ આવી ચડ્યા.આ બન્ને શિયાળ એક હરણનાં ટોળાં સાથે રહેવા લાગ્યા. કોઈને કશું જ નુકસાન કરે નહીં, સરસ રીતે રહેવા લાગ્યા. બધાં જ હરણને લાગ્યું કે આ આપણાં સમાજ ને નુકશાન કરે તેમ નથી.ઉપર થી આપણે શત્રુઓથી માહિતગાર કરશે.આથી બધાં જ હરણો એ એ ભેગા થઈને તેમને સાથે રહેવા માટે પરવાનગી આપી દીધી.
આ બન્ને શિયાળ ધીમે ધીમે પોતાનો અસલ સ્વભાવ બતાવવા લાગ્યા.તે હરણનાં ટોળાંમાં પરસ્પર ભેદ પાડવાં લાગ્યા.એકબીજા વિરુદ્ધ કાનભંભેરણી કરવા લાગ્યા.આ રીતે હરણ એકબીજા લડતાં અને એમાંથી ગમે તે એક મૃત્યુ પામે એટલે પેલા બન્ને શિયાળ તેની છુપી રીતે મિજબાની માણતાં.
આ જંગલમાં એક રીંછ રહેતું તેને આ બન્ને શિયાળ ની કપટબાજીનો ખ્યાલ આવી ગયો માટે તેને બન્ને શિયાળની કપટી ચાલાબાજી માંથી હરણાને મુક્ત કરવાનું વિચાર્યું.
એક દિવસ બન્ને શિયાળ બેઠાં હતાં તો તેની પાસે જઈને રીંછ કહેવા લાગ્યું કે સામેના પર્વત પર તો મસ્ત મીઠું મધ છે. જે આ મધ એક વખત ખાઈ લે તેની બુદ્ધિ ખુબ જ વધી જાય છે તેનાથી બધા જ પ્રાણીઓ સંમોહન થઈ જાય એવી તાકાત આ મધમાં છે.
હું તો ત્યાં જાવ છું. બન્ને શિયાળ લાલચમાં આવીને રીંછને કહે અમે આવીએ? રીંછે કહ્યું ચાલો મને શું વાંધો છે.આમ પણ તમે હરણનાં ટોળાં ને સાચવીને ભલાઈનું જ કામ કરો છો ને,
ચાલો, તમારે ખાવું હોય તો હું તમને પણ ખવડાવીશ પેલા બન્ને શિયાળ મધ ખાવાની લાલચમાં રીંછ સાથે ચાલ્યા.
પર્વતની ટોચ પર પહોંચ્યા બાદ રીંછે હળવેથી જ્યાં મધ બેઠું હતું ત્યાંથી મધમાખીઓને છંછેડી અને એતો મધ ખાવા લાગ્યું. તેના લાંબા વાળ નાં કારણે તેને તો મધમાખીઓ ડંખ ના ભરી શકી પણ બધી જ મધમાખીઓ ગુસ્સામાં આવીને પેલા બન્ને શિયાળ ને ચોંટી પડી અને બન્ને શિયાળ ભાગમભાગ કરવા લાગ્યા અને આ ભાગદોડમાં અજાણતા જ પગ લપસતાં બન્ને શિયાળ પર્વત પરથી નીચે પટકાઈ મૃત્યુ પામ્યા.
જંગલમાં જઈને રીંછે બન્ને શિયાળની ચાલાકી વિશે હરણનાં ટોળાં ને કહ્યું, બધાં જ હરણ સમજી ગયા અને પછી પાછા હળીમળીને રહેવા લાગ્યા.
🦚🦚