"આંસુ બોલે છે"
આંસુ વહેતાં થયાં,લૂછવાને નવરાશ નથી
સહન કરતા રહેવાનું, આંસુને નવરાશ નથી
સાડીનો છેડો લીધો, હાથમાં એ રેતકણ,
યાદ આવ્યું કંઈક, યાદ વાર્તાના અણુકણ.
દોડતો આવ્યો એક શીશુ, હાથમાં લીધો એ શીશુ
લૂછે છે એ આંસુ,સંસારનો એ આધારસ્તંભ
કોઈ પળોની મધ્યમાં, સ્મૃતિમાં થયો ઝણઝણાટ
આંસુઓનું એ વહેવું,એક અણમોલ ઉર્મીનો સંસાર
સંઘર્ષના માહોલમાં, શાંતિની હવે શોધ છે
લૂછવાને નવરાશ નથી, આંસુની શાંત જોડ છે
નવરાશની પળોમાં, જિંદગીમાં ક્યાં ઉજાસ છે?
ઉજાગરા સાથે,એ સૂતો શીશુ સાથ છે
કંઈક ઉજાસ દેખાશે! આશાઓ હવે સાથ છે
ધીરે ધીરે ઉડે પંખી, શાંતિની હાશ છે!
જીવનના તરંગોમાં, હંમેશા એક સંગીત છે
લૂછાતા રહ્યા આંસુ, ખુશીમાં પણ હાશ છે
- કૌશિક દવે
- Kaushik Dave