🙏🙏આજે મિલન નાં પિતાજીનું શ્રાદ્ધ હતું.મિલન નાં પપ્પા ઘણા જ પરોપકારી વૃત્તિ નાં દયાળુ માણસ હતા.તેમને એક અસાધ્ય બીમારી લાગુ પડી અને પરોપકારી જીવની જીવનલીલા એક દિવસ સંકેલાઈ ગઈ.
મિલનની મમ્મીએ તેનાં પિતાજીને પ્રિય ખીર પુરી અને ભજીયા બનાવી રાખ્યા જ હતાં અને મિલન આવ્યો એટલે તેની મમ્મીએ કહ્યું મિલન બેટા જા બહાર જઈને તારાં પપ્પાનું શ્રાદ્ધ નાખી આવ.
મિલન ખીર પુરી અને ભજીયા લઈને ઘરની બહાર પતરાં પર કાગવાસ નાખવા જાય છે ત્યાં જ દૂર બે ગરીબ બાળકોને બેઠેલા જોયા તેમને જોતાં જ લાગતું હતું કે બન્ને ભુખ્યા છે.મિલને થાળીમાં રહેલ ખીર પુરી તે બન્ને બાળકોને બોલાવીને ખાવા આપી દીધી.
આવા જ સમયે વૃક્ષ પર બેઠેલા કાગડા કાગ કાગ નાં અવાજથી વાતાવરણ ભરી દીધું મિલનની મમ્મીને પણ લાગ્યું કે કાગવાસ નંખાઈ ગઈ અને શ્રાદ્ધ કર્મ પુરું થયું.🦚🦚