નીચે બતાવેલી તસવીર જોઈ બે ઘડી હાસ્ય જોઈ સર્વ ચિંતા ભાગી જાય તેવું નિર્મળ હાસ્ય!
વાત જાણે એમ છે કે કોઈ રહીશ પોતાના પરિવાર સાથે શહેરથી હાઇવે પર પોતાના ગામડે જવા કારમા સફર કરી રહ્યાં હતાં.તે કારમાં પત્ની સાથે તેમનો નાનકડો પુત્ર પણ હતો.
શહેરની સડક ઉપર જતી કારને હાથલારીમાં તરબૂચ વેચતી એક નાનકડી છોકરીએ રોકી કહ્યું.... સાયેબ! એક તરબૂચ લઇ જાઓ.કારમા બેઠેલી પત્ની બોલી કેટલા રૂપિયામાં? તો એ બાળકી બોલી સર પચાસ રૂપિયાનું એક...!! ઘણી મિનિટો રકઝક બાદ બાળકીએ ૩૫ રૂપિયે એક તરબૂચ આપવા તૈયાર થઇ,જેવી કારની બારી પાસે ગઈ ત્યાં કારની અંદર બેઠેલા કાર ચાલકના પુત્ર એ હાથ લાંબાવ્યો અને તેના નાનકડા નાજુક હાથમાં મોટું તરબૂચ પક્ક્ડમાં ના આવતાં તરબૂચ પાકી સડક નીચે પટકાઈ ફૂટી ગયું.બાળક રડવા લાગ્યું.તરબૂચ વેચનાર બાળકીએ ઘડીનો વિલંબ કર્યાં વિના બીજું તરબૂચ લઈને આપ્યું.કારમા બેઠેલો બાળક રડતો બંધ જોઈ બાળકીને અત્યંત હર્ષ થયો.
કારમા બેઠેલી પત્નીએ બન્ને તરબૂચની કિંમત ગણી ૧૦૦ રૂપિયા આપવા જાય છે,તેવામાં બાળકી બોલી મેડમ ! આ ભાઈ જેવો જ મારો ભાઈ હતો તે આ દુનિયામાં નથી,એટલે મારો ભાઈ સમજી આ તરબૂચના પૈસા હું નહીં લઉં!કાર ચાલક બોલ્યો કે બેટા તારા બે તરબૂચની કિંમત જે થાય છે,તે જ તને આપીએ છીએ.ફરી એ બાળકી બોલી "આ મારા ભાઈ માટે આપું છું,સર!હું હવે રૂપિયા નહીં લઉં."
કહી હસતી હસતી એ લારી પાસે જતી રહી.કાર ચાલક વિચારે છે કે ૫૦ રૂપિયામાંથી ૩૫ રૂપિયામાં કિંમત નક્કી કરતી પત્નીના વર્તનને જોઈ મનમાં પસ્તાવો થયો.પત્ની બોલી ખરેખર આ બાળકીના આ વર્તન પર હું શર્મિદા છું.
કારમાથી એ નીચે ઉતરી તે બાળકીને રૂપિયા ૨૦૦ આપી દીધા.ત્યાં પતિ જોઈ અચરજ પામ્યો કે પચાસમાંથી પાંત્રીસમાં રકઝક કરતી પત્નીને હાથે ૨૦૦ રૂપિયા કઈ રીતના છૂટે !!!
આ ટચૂકડા રૂપક પરથી એવું લાગે છે કે "લાગણીની કોઈ કિંમત હોતી નથી અને લાગણીને કરોડો રૂપિયામાં ખરીદી શકાતી નથી."
તે કાર ચાલકે તેના મોટા ભાઈના ઉપર જમીનના ભાગલા બાબતે કોર્ટ કેસ કરેલો હતો તે આ પ્રસંગ વાગોળતો વિચારે ચડ્યો કે ઘેર જઈ ભાઈની માફી માગી લઉં!"
મોટાભાઈને રૂબરૂ મળી કહ્યું બધાનાં હક્કની જે જમીન છે,તે સમાન ભાગલા પાડી દો મોટાભાઈ! હું રાજી છું,તમારા પર કરેલો કોર્ટ કેસ હું પાછો ખેંચી લઉં છું.
મોટાભાઈ એ આ નાનાભાઈની વાત સાંભળી તેણે પણ નાના ભાઈને અગાઉ અવાર નવાર બોલાચાલી સબબ માફી માગી લીધી.
"આપણે શું લાવ્યા હતા અને શું લઇ જઈશું સાથે?"
(નોંધ:-આ એક "ઇન્સ્ટાગ્રામ" પર હિન્દી વિડિઓ આધારિત વાર્તા છે.)
- વાત્સલ્ય