ll પ્રક્ષાલન વિધિ ll
#ગુજરાતસમાચારના આજના ફ્રન્ટપૃષ્ઠ પર અંબાજી ખાતે હમણાં સંપન્ન થયેલો માઈ ભક્તોનો મેળાવડો "આરાસુરની અંબા માવડીનો મહામેળો" અને આ મેળામાં પદયાત્રી ભક્તોની ચરણરજ માતાજીએ માથે ચડાવી સૌ યાત્રિકોને આશીર્વાદ આપ્યા...🌺
બીજી બાજુ અખબારના છાપનારા લોકોને "રજ " એટલે "ગંદકી" સમજતા લોકોની બુદ્ધિની મને દયા આવે છે.
"પ્રક્ષાલન" શબ્દનો અર્થ થાય છે,પાપીઓના પગ વડે ખરતી રજ થી ગંદી થયેલી ભૂમિ સફાઈ કરી સ્વચ્છ કરવાની વિધિ.
સફાઈ કરવી જોઇએ એનો વિરોધ નથી પરંતુ કોઈની ભાવનાને ઠેસ મારવી એ મારે મન પાપ છે.આવા હીન શબ્દ વાપરી માતાજીના ભક્તોની આ અખબારના છાપનારે રીતસર ઠેકડી ઉડાડી છે.
પદયાત્રીના ચરણ માતાજીની પાવન ભૂમિ પર જતાં ઘસાઈને ઉજળા થયેલાને આ છાપાવાળા શું પાપી સમજે છે? જે છડેચોક આવા શબ્દ પ્રયોગ કરે છે?
બીબાઢાળ અભણ લોકોને "એડિટર" બનાવવાથી એનું પરિણામ આ જ હોય.એટલે જ ભાષાકીય ક્ષતિ,જોડણી,વાક્ય રચના, સાહિત્યના તમામ પ્રકારના ચોકઠામાં ફીટ બેસે તેવા કર્મીઓની ભરતી કરવી જોઈએ.
અપેક્ષા રાખું કે હવે પછી આવા શબ્દ પ્રયોગ દરેક અખબાર કે પત્રકાર મિત્રો ના કરે તેવી વિનંતી.
- વાત્સલ્ય