અહિસાવાદ “ ફક્ત આદર્શવાદી શબ્દ જ છે.કે કદી રોજીંદા જીવનમાં પણ પાળવામાં શક્ય નથી.
આજે સામાન્ય નાગરિક જેમને ચુંટીને રાજ કરવા મોકલે છે તેઓ એ જ નાગરિકોને લૂંટીને બરબાદ કરે છે.
“અહિંસા” એ સાચા અર્થમાં નિર્બળતાની વ્યાખ્યા છે. મહાભારત કે રામાયણ , કારણ ગમે તે હોય, છેવટે જન્મ આપે છે હિંસાને જ. મરેલાને હિંસાનો શો અર્થ ?
ક્યો ‘યુગ’હિંસા રહિત હતો ? વેદો પણ ‘હિંસા’ વાળા જ હતા ને? યુહોથી પ્રાણીઓ પોતાના સ્વરક્ષણ માટે હિંસા કરતાં, જ્યારે ખોરાક માટે માટે પણ હિંસા કરતાં. વનસ્પતિ પણ જીવિત છે… તેઓ પણ પોતાની વસતી વધારે છે.વેજીટેરીયનો પણ પોતાના ખોરાક માટે ‘વનસ્પતિ’નું ભક્ષણ કરે જ છે ને? તે પણ હિંસા જ છે ને?
દેવ દેવુંએ હથિયાર રાખે અને બીચારા સામાન્ય નાગરિક હથિયાર વિનાના અને. ‘અહિંસા’ પાઠ ભણે.
•અહિંસાના સાધકને, હિંસાએ ગોળી મારી ‘
‘અહિંસા’ નિર્બળતાની સગી સાથે જન્મેલી બહેન છે.
સાભાર: ગુજરાત દર્પણ : જૂન ૨૦૨૪ પાન નં ૩૨
- Umakant