આપણી પ્રવૃત્તિ આપણી જવાબદારી
જવાબદારીમાંથી છટકવું નહીં
સામાજિક જીવન જીવવા માટે
જવાબદારીમાંથી છટકવું નહીં
એક પછી એક જવાબદારી
જીવનમાં આવતી જ રહેશે
સંઘર્ષમય જીવનથી ભાગવું નહીં
જવાબદારીમાંથી છટકવું નહીં
પ્રમાણિકતાથી માનવું જોઈએ
જવાબદારી જાણવી જોઈએ
સમજે જો જવાબદારી ને
જવાબદારીમાંથી છટકવું નહીં
આપણી જો હોય ફરજ તો
જવાબદારીમાંથી છટકવું નહીં
સાંસારિક જીવનને સુંદર બનાવવા
જવાબદારીમાંથી છટકવું નહીં
ચાલો આપણે જવાબદારી સ્વીકારીએ
બધી શક્તિથી એને પૂરી કરીએ
લોકો માને કે ના માને
આપણે જવાબદારીમાંથી છટકવું નહીં
જવાબદારી જે ઉઠાવે છે
એ કટોકટીમાં પણ સશક્ત બને છે
એટલે કહ્યું છે કે
જવાબદારી આપણી હોય તો
જવાબદારીમાંથી છટકવું નહીં
- કૌશિક દવે
- Kaushik Dave