હેંડ ને અલી ! સખી ટાઢી સાતમનું સ્નાન કરવા જઈએ સરસ્વતી નદીએ !!
ઘરના બાથરૂમમાં તો ઘસી ઘસી દરરોજ ન્હાઈ એ જ છીએ આજ જઈએ નદીએ.
ફૂટેલા માટલાના ઠીકરાં અને લાટા સાબુના કેટલાય ઘસી કાઢ્યા આપણે !!
સાથે બાથરૂમની ટાઇલ્સ ઘસાઈ પણ ઉજળા તો એવાજ રહ્યાં બેઉ આપણે.
કપડાં વગર ન્હાવાનું ઘરના બાથ ટબમાં અને બંધ બારણે ન્હાવાનું નાના બાથરૂમમાં !
આજ તો શ્રાવણી સાતમ છે અને નદી સરસ્વતિ વહે છે તો ન્હાઈયે ખુલ્લા આસમાનમાં.
ચીચીયારીઓ અને મનગમતા મિત્રો સાથે ઉડાડવા પાણીની છોળો !
ચાલને સખી આજે તો કોઈ નહિ બોલે કેમકે શીતળા સાતમની પળો.
શીતળા સાતમનો તહેવાર અને કાનુડાની ઉપવાસી આઠમ એટલે રાંધવાની ના ટક ટક!
ચાલને સખી આજ તો ધૂબકા મારીએ અને પાણીમાં તરીએ ના ગરમ પાણીની ખટપટ.
- वात्सल्य