Gujarati Quote in Shayri by Umakant

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે”

કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે!
ખફા ખંજર સનમનામાં, રહમ ઉંડી લપાઈ છે! –કહીં•૧

જુદાઈ ઝીંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. –કહીં•૨

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે. –કહીં•૩

ઝખમ દુનીયાં ઝબાનોના મુસીબત ખોફનાં ખંજર,
કતલમાં એ કદમબોશી ઉપર કયામત ખુદાઈ છે. –કહીં•૪

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
અગમ ગમની ખરાબીમાં, મઝેદારી લુટાઈ છે. –કહીં•૫

ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે,
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. –કહીં•૬

ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું,
સનમના હાથની છેલી હકીકતની રફાઈ છે. –કહીં•૭

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે,
તડપતે તૂટતાં અંદર ખડી માશૂક સાંઈ છે. –કહીં•૮

ચમનમાં આવીને ઉભો ગુલો પર આફરીં થઈ તું,
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે. –કહીં•૯

હજારો ઓલિયા મુરશિદ ગયા માશૂકમાં ડૂલી,
ન ડૂલ્યા તે મૂવા એવી કલામો સખ્ત ગાઈ છે. –કહીં•૧૦

- Umakant

Gujarati Shayri by Umakant : 111947792
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now