🙌વાળી,ખેતર અને બાપુ .✨
ઉપરના ત્રણયે શબ્દો કિંમત મારા જીવનમાં ઘણી પડી છે.
બાળપણ થી બાપની પગની પેની જોતું આવું છું એની મહેનત અને પરસેવાના પાણીથી બનેલી આ વાળી એણે સોળ વર્ષે દાદા જવાની સાથેજ સાંભળી લીધી.
સોળ વર્ષીથી પંચાસ વર્ષની ઉંમરે જેણે જવાની જતી કરી, પરિવાર વસાવીયો, પોતાના સપનાં તરછોડી જેણે પરિવાર અને સંતાન ના સપના સાકાર કરવા જાત ઘસી નાખી. બાપ જે ખેતરમાં નથી જોતો ઠાઢ઼ કે તડકો જોવે છે તો માત્ર ભવિષ્ય.
વાત જાણે એમ છે , આજે જયારે ઘણા સમય પછી વાડીયે
આવ્યો ત્યારે ઘણું બદલાયેલું લાગ્યું.ખેતરની માલીપા જયારે ધોમ તડકામાં નાનો હતો ત્યારે પગ માંડતો પગની પેની દાજી ઉઠતી,પણ બાપુ ની ચાલેલી પગની છાપ પર પગ મુકતો ત્યારે રામજાણે કેમ પગની પેનીથી લય શરીરના આખાય અંગ ઠંડા પડી જતા.
ખબરનય પણ બાપુની મહેનતની કરામત તો એ જ જાણે.
- Chavda Girimalsinh Giri