🙏🙏 સ્વંત્રતા પર્વ પર શહેરની સ્કુલમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા નેતાજીએ દેશને ગરીબી મુક્ત કેવી રીતે કરી શકાય. દારૂ ની હાનિકારક અસરો, ભષ્ટ્રાચાર દેશનું મુખ્ય અનિષ્ટ છે વગેરે વિષયો ઉપર મસ્ત ભાષણ આપીને નેતાજીએ મુખ્ય અતિથિ તરીકે ધ્વજ ફરકાવ્યો અને સ્કુલના બાળકો અને લોકોએ ધ્વજને સલામી આપી.
નેતાજી પોતાના આખા દિવસના કાર્યક્રમો પતાવીને બાજુમાં આવેલી તેમની ઓફિસે પહોંચી ગયા.આખો દિવસ થાકેલા નેતાજી પોતાના પીએ નેં કહે એક મસ્ત પેગ બનાવી લાવ મૂડ ફ્રેશ કરવું પડશે આજે આખો દિવસ આ નકામી ભાગદોડમાં થાકી ગયો છું. ત્યાં જ મોબાઈલ પર રીંગ વાગી નેતાજીએ ફોન ઉપાડતા જ સામે થી કહ્યું ધન્યવાદ નેતાજી મને રેલવેમાં સસ્તામાં કોન્ટ્રાક્ટ અપાવા બદલ મિઠાઈ મોકલી છે.
નેતાજી હસતાં હસતાં કહે વાહ તે તો મૂડ બનાવી દીધું. મિઠાઈ બરાબર તો છે ને? વાસી ના મોકલતો. નેતાજી દારૂનો ગ્લાસ હાથમાં લઈને બારી બહાર તિરંગા ને જુએ છે જે સવારે ઉંચે ફરકતો હતો તે ત્રિરંગો સાંજે ફરકતો ના હતો બસ થોડો શરમાઈ ગયો હતો.🦚🦚