કહેવાય ખરાબ અક્ષર,
નિશાની અધૂરી કેળવણીની.
શાને ન કરે પ્રયત્ન વ્યક્તિ,
સુધારવા અક્ષર પોતાનાં?
છે સરળ લખવું સુંદર અક્ષરે,
રાખવું પડે મન મક્કમ એ માટે!
બીજો બુધવાર ઓગષ્ટ મહિનાનો,
ઉજવાય દુનિયામાં અક્ષરો માટે,
કહેવાય એ
'આંતરરાષ્ટ્રીય સુલેખન દિવસ'.
આજે 'આંતરરાષ્ટ્રીય સુલેખન દિવસ' નિમિત્તે આ મંચ સાથે જોડાયેલ તમામને સુલેખન માટે શુભકામનાઓ. 💐