મઢવાની લાગણી હજુ બહાર નથી આવી.
ગંજીપાની રાણી ક્યાં અવતારમાં આવી છે!
રોજ એક નખનો નહોર ભરાય લાગણી પર,
વેદનાં મનની ઈચ્છા ને ક્યાં હજુ પુછાય છે!
ખોલુ જો રાજ તો એક એક વર્દી ઉતરે છે!
છુટ આપે જીભને તો ઘણા ઘર ભંગાય છે!
રંગીન રાતની રોજ મજા તું મફ્ત માણે છે!
તારી મજાની સજા આ કુમળાં છોડ ભોગવે છે!
શ્વાસ વગરના શરીરને રોજ તું નિચોવે છે!
હાડ માસનાં જીવને રોજ તું ચુથે છે!
વરસતી લાગણીને પૈસાના તોલે તું તોલે છે!
પેટના ખાડા પુરવા રોજ આંસુનો વેપાર થાય છે!
વેદનાં ની કલમે 💓❤️