🙏🙏તારી સાથે ઝઘડવું એટલે કે મારા પ્રણયને વધુ મજબૂત કરવો. તું જે રીતે ડાળી પરથી લતા નીચે લટકતી રહે એ રીતે રિસાઈ જાય અને હું એ ડાળી થી જે રીતે લતા વીંટળાઈ હતી એ રીતે વિંટળાઈ ને તને મનાવું તો એ ઝઘડો મારે મન ઝઘડો નથી રહેતો પણ પ્રણયનો એક ભાગ થઈ બેસે છે.
આપણાં ઝઘડામાં પણ એક પ્રકારની આત્મિયતા ઝળહળી ઉઠે છે.તારા રિસાઈ જવા પાછળ પણ પ્રણય છે અને તને મનાવવા પાછળ પણ કારણભૂત પ્રણય છે.આ બન્ને કારણમાં જો પ્રેમ જ હોય તો પછી એ ઝઘડો પીડા આપે જ નહીં.🦚🦚
- Parmar Mayur