🙏🙏કોઈએ કહ્યું કે આ પંખી ઉંચા આકાશથી નીચે કેમ પડતું નથી. બસ એક નાનો જવાબ પંખીને તેની પાંખો પર "વિશ્વાસ" છે.
આ વિશ્વાસ ના દમ પર તે પોતાની પાંખો ને ફફડાવવા નું કર્મ કરી નભમાં વિચરણ કરે છે. વિચલિત થતું નથી.
આખે આખા નભમાં કોઈ એક વાદળું પણ દેખાતું ના હોય તો પણ કિશાન વાવણી કરે છે કેમ કે તેને કુદરત પર શ્રધ્ધા છે કે તેને નિરાશ કરશે નહીં.
આ વિશ્વાસ નામની શક્તિ થી જ કેટલાંય કાર્યો થાય છે કેટલાંય સંબંધો સ્થાપિત થાય છે અને દીર્ઘકાલીન ટકે છે બસ 'વિશ્વાસનો શ્વાસ જ વિશ્વાસ છે.!!🦚🦚
- Parmar Mayur