અમે તો હાથમાં સાચવી ને પકડી છે...
એ ક્ષણની એક નાનકડી યાદ ને...
સંભાળીને આંખોના ખૂણે સજાવી છે...
આંગળીઓ એ ઘણીવાર છૂપાવી છે...
છતાં ઘણીવાર એ સરકીને પોતાની હાજરી પુરાવે છે...
અને એ ક્ષણ ને ફરી ફરી જીવાડે છે...
મીઠી યાદોની એ ખારી નિશાની છે...
ખારી પણ ખરી જાણે એ જ મારી કહાની છે...
જે આંખોમાં દરિયો ને મ્હોં પર સ્મિત આપે છે...
હૃદયના ખૂણે એક ક્ષણ ઉત્સવ મનાવે છે...
-Tru...