પાણીની વ્યથા.
અરે ઓ મનુષ્ય હું એ જ પાણી છું જેને તું તથા બીજા બધા જ સજીવો પી ને તૃપ્ત થાય છે.
કોઈનું ડુબવા થી મૃત્યુ થયું અને તેનાં માટે તું મને દોષિત ઠેરવી રહ્યો છે તો આ ખરેખર ખોટું છે.
આતો તું તારી ભૂલો છુપાવીને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માંગે છે પરંતુ કુદરતના ચોપડે તો દોષિત તું જ છે.
હું તો ખળખળ નિર્મળ વહેતું હતું તે બંધ બાંધીને મારા આવેગને અવરોધિત કર્યો.તે વિકાસ નાં નામે મોટી મોટી ઈમારતો બનાવી પરંતુ મારા વિશે કશું જ ના વિચાર્યું તને એમ જ હતું કે પાણી છે આતો થોડો મોટો મહાસાગર છે.
તને એવો અહેસાસ ના રહ્યો કે એક એક બૂંદ ભેગી થઈને તો મહાસાગર નું નિર્માણ થયું છે. તારી રૂપિયા કમાવવાની ખોટી ઘેલછા તારી નિતિ મત્તા ને મારી નાખી અને તે આડેધડ જંગલો કાપીને શહેરો વસાવી દીધાં પરંતુ હું કંઇ જઈને વહીશ એતો વિચાર્યું જ નહીં.
તને એક વાત તો ખબર જ હતી કે હું મારો રસ્તો ગમે ત્યાંથી ગમે ત્યાં કરી દઉં છું.આટલી ખબર હોવા છતાં પણ તને કંઇક નુકસાન થાય તો તું દોષ મને દે આ ક્યાંથી યોગ્ય છે?
મનુષ્ય તું શાંતિથી તારાં અંતરમન ને પુછજે, કે પાણીથી મૃત્યુ પામતા તારાં બંધુ જનો નાં મોતના દોષિત કોણ છે? તો તારો પવિત્ર આત્મા જે જવાબ આપશે તે પ્રમાણે અનુસરજે તો હું તને પ્રાણ દાતા જ લાગીશ.