જાણીતા હોય, કે અજાણ્યા, એક વ્યકિતને બીજા વ્યકિતથી દૂર કરતી જો કોઈ બાબત હોય, તો એ બાબત એ છે કે,
અન્ય વ્યક્તિઓ જે ના કરી શકતાં હોય, એ કરીને બતાવવું કે પછી, સાફ શબ્દોમાં કહેવું હોય તો એમ પણ કહી શકાય કે, ખોટો દેખાડો કરવો ને એ પણ વારંવાર.
આ બાબત સામેવાળા માટે તો પીડા દાયક છે જ...
પરંતુ આપણાં માટે પણ બહું સારી વાત નથી હોતી.
હળી મળીને રહેવામાં જે મજા છે, એવી મજા તો એકલાં એકલાં ને રોજે રોજ સોનાનો કોળિયો આરોગવામાં પણ નથી મળતી.
-Shailesh Joshi