કરામત છે કે શરારત છે?
કાન્હા કહે તું ક્યાં છે?
આપ્યું વચન પણ ના દેખાય છે
જન્માષ્ટમી આવી, તું કયા ઘરે છે?
તું કરે છે એ કરામત!
ના..ના..આ તારી છે શરારત
આવીશ કહીને દેખાતો નથી
તહેવારોમાં પણ જણાતો નથી
બસ ઉજવણી કરીએ અમે તહેવાર
ને કરીએ તારા હિંડોળા દર્શન
મન મનાવી લીધું છે અમે
તું તો બેઠો બેઠો કરે છે ખેલ
કરામત છે કે શરારત છે?
કાન્હા કહે તું ક્યાં છે?
ગોકુળ ગયો, વૃંદાવનમાં શોધ્યો
રાધાના બરસાનામાં ગયો
હું પહોંચું એ પહેલાં જ
ગાયબ થવાની કરે છે કરામત
તું કહે છે કે રમત છે મારી
કેમ શોધે છે વૃંદાવન બિહારી!
ઘટ ઘટમાં વસેલો છું હું
મનમંદિરમાં જુઓ, ત્યાં છું હું
કરામત છે કે શરારત છે?
કાન્હા કહે તું ક્યાં છે?
- કૌશિક દવે
-Kaushik Dave