🙏🙏તું ઘરની બહાર નીકળ,મારે તારું કશું જ સાંભળવું નથી.જા તું મારે ના જોઈએ તારા બાપને કહેજે કે આપવાની ત્રેવડ ના હોય તો મોટા ઘરના સપના ના જોવા જોઈએ,
હજુ નવા જ લગ્ન કરી આવેલી શોભના ને તેની સાસુ અને પતિ બન્ને કડવા શબ્દો ના બાણ મારીને રીતસરની ઢસડીને ઘરની બહાર કાઢી રહ્યા છે,
શોભના રડતી રડતી કહે છે કે તમે લોકો આવું ના કરશો મારા પિતાજી ની હાલત તો તમે જાણો છો, મારા લગ્નમાં જ તેમને પોતાના જીવનભરની આવક ખર્ચ કરી નાખી છે હવે હું ક્યાં મોંઢે તેમને જઈને તમારી આ પૈસાની માગણી રજૂ કરું.
શોભના ની સાસુ તેને ધક્કો મારી ઘરની બહાર કાઢવા જાય છે. જેવું બારણું ખોલે છે ત્યાં જ શોભના ની નણંદ બેગ ભરીને રડતી આંખોએ ઘર બહાર આવી ઉભી જ હતી.🦚🦚
-Parmar Mayur