ચાલને વિરહની વાટ જોઈએ!
લાગણી કેરો ધોધમાર વરસાદ કરીએ.
આ નિર્દોષ મનને છલકાવી રાખીએ!
મારી આંખો ને તારી આંખોથી પાણીદાર બનાવીએ.
આ આથમતા સંબંધને ચાલને ફરીથી ઉગાડીએ.
આપણા અસ્તિત્વને મિટાવી ફરીથી જન્મ લઈએ.
આ તનથી બંધાયેલી જિંદગી તો થોડી લઈએ.
ચાલને મનથી આગળ લાગણીમાં વધીએ.
તારી પાસે રહેવું મારા માટે જરૂરી ક્યાં હતું!
ચાલને હૃદયની ભીનાશના અહેસાસ માં રહીએ.
તારું આવવું કે બેસવું વેદનાં ક્યાં વિચારવા માં રહે!
ચાલને તારાં પ્રણયને વેદનાની ખુશીનું કારણ બનાવીએ.
વેદનાની કલમે 💓❤️