🙏🙏સ્કુલ છુટી એટલે બધાં જ બાળકો પાણીમાં છબછબિયાં કરતાં અને મજા લેતા ઘર તરફ જઈ રહ્યા હતા.
આ બધા જ બાળકોમાં ચંદુ શાંતિથી ધીરે ધીરે એ બધાં બાળકો થી દૂર રહીને પોતાના કપડાં બચાવતો ચાલી રહ્યો હતો,
બધાં બાળકો કહે; આ ચંદુડો બહુ હોશિયાર ની પુંછડી છે જો,ને પાણીમાં રમવાની કેવી મજા આવે છે તેને કપડાં બગડી જતાં હશે! ચંદુડો ખરો છે.
ચંદુએ આ બધું જ સાંભળી લીધું એ કંઈ જ ના બોલ્યો, તેને મનોમન એટલું જ કહ્યું; કે જો પાણીમાં છબછબિયાં કરીને મજા કરું અને યુનિફોર્મ બગડે તો કાલે સ્કૂલ માં રજા પડે.🦚🦚