અનેક કલ્પનાઓથી ભર્યું કૉલેજનું વિશ્વ.
કેટલાંય સપનાંઓ જોતું કૉલેજનું વિશ્વ.
બંધાતી દોસ્તી યારી ત્યાં સૌની,
ભૂલાઈ જાય જ્યાં છોકરા છોકરીનાં ભેદ.
વિશાળ એ ફલક કૉલેજનું,
સમજીને સાચવી ગયા એ તરી ગયા,
બાકીનાં બહુ ઉંડાણમાં ખૂંપી ગયા!
ઉજવાતા વિવિધ દિવસો હોંશે હોંશે,
ને થતાં કેટલાંય વાયદાઓ ચૂંટણીટાણે.
લે મજા કેટલાંક કોલેજીયનો વર્ગમાં,
તો કેટલાકની મજા તો વર્ગની બહાર.
કરે કોઈ મજા કૉલેજ કેન્ટીનમાં,
તો કોઈ કરે મિત્રો સાથે સિનેમાગૃહમાં.
કોઈને મજા બધાં તાસ ભરવામાં,
તો કોઈને લાગે એ સજા.
સમજે પોતાને બહુ સ્માર્ટ,
રહે ગેરહાજર જ્યારે વર્ગમાં.
મળે ત્યાં ક્યારેક મિત્રો જીવનભરનાં,
તો કોઈકને મળે જીવનસાથી પસંદનાં!
કોઈક બને માનીતા પ્રોફેસરનાં,
તો કોઈકને મુખ દીઠ્યુ વેર બંધાય.
રચાતી પ્રેમલીલાઓ આ વિશ્વમાં,
ક્યારેક સાચી તો ક્યારેક દેખાવની!
રાહ જુએ એ બાળકો શાળાનાં,
ક્યારે જઈશું કૉલેજમાં અમે પણ,
ને ક્યારે કરીશું મસ્તી ફિલ્મોમાં આવે એવી?
કેમ સમજાવીએ એમને કે છે ફિલ્મી કોલેજો
માત્ર એક ભ્રમણા, વાસ્તવિકતાથી દૂર ઘણી એ!!!