તારી અને મારી મુલાકાતની વાત થઈ,
ત્યાં અનન્ય પ્રેમની વાત સર્જાય ગઈ,
આભ અને વાદળો સાથેની વાત થઈ,
ત્યાં વરસાદના નીરથી ધરા ભીંજાઇ ગઈ,
જીવન અને મૃત્યુનાં હાથની વાત થઈ,
ત્યાં સંબંધોની રાતમાં મીઠાશ ભળી ગઈ,
તારાં અને મારાં વચ્ચે હ્દયની વાત થઈ,
ત્યાં પ્રેમનો વરસાદ વર્ષી સંબંધની રચના થઇ..
મનોજ નાવડીયા