🙏🙏અમે તો દારૂથી 'સંબંધો' તુટતા જોયા છે જ્યારે એ સંબંધો "ચા" થી સજીવન થતાં જોયા છે.
જ્યાં થતાં હોય 'ચા પર ચા' નાં વ્યવહાર ત્યાં 'પૈસાનાં ગણિત કાચાં' જોયા છે,
આતો 'ચર્ચા' થતી હોય જ્યાં 'ચા' પર ત્યાં દરેકનાં 'મતને' રજૂ થતા જોયા છે,
સંબંધો જ્યાં તુટવાની અણી પર આવ્યા હોય ત્યાંજ "ચા" સાથેની 'ગોષ્ટીથી' સંધાઈ જતા જોયા છે,,!!
-Parmar Mayur