આજે એક વૃધ્ધ સાથે થયેલી મુલાકાતમાં તેમની વ્યથા ને શબ્દો નો શણગાર આપી રજું કરવાનું મન થયું માટે વૃદ્ધ ની મનોદશા નો ચિતાર રજૂ કરું છું.
🙏🙏આજે આ રજાનો દિવસ ભરપૂર એકાંત સાથે ચા થી શરૂ કરેલી સવાર થી મધ્યાહન માં બહાર કરેલાં નાસ્તા થી સાંજના ભોજન સુધી એકદમ નિરાંત છે, પરંતુ હા, કોઈની ઉણપ આ નિરાંત ને પણ બેચેન કરી રહી છે.
આ ઉણપ મારા 'મનની નિરાંત ને મારે છે' મારે મન તો આ નિરાંત નિરાંત નથી પરંતુ એક પ્રકારની નિરાશા છે અજંપો છે.
મારે તો એ મારા અતિત નો રવિવાર જોઈએ છે જે સવાર સવારમાં હુંફાળી હુંફાળી ચા સાથે જ બેડ પર સુતા મને મારા મસ્તક પર હાથ ફેરવી એક અલગ જ પ્રકારની ચા સાથે હુંફ આપતી,
તેની એ હુંફ થી ઉંઘ ક્યાંય સાતમા આસમાને ઉડી જતી તેનો ખ્યાલ પણ ના રહેતાં, આખો દિવસ તેની સાથે સમયની ઉણપ સાથે કેમનો પસાર થઈ જતાં એ પણ ખ્યાલ જ ના આવતો, સંધ્યા સમયે જેવો સુરજ ડુબવા માટે ધીરેધીરે પ્રયાણ કરતાં ત્યારે જ એ પ્રેમથી ટહુકો કરતી કે હાથપગ ધોઈ નાખો ખાવાનું તૈયાર છે.
હું ઝડપથી રસોડામાં જતાં અને ભોજન સાથોસાથ તેનાં આખે આખાં સ્નેહને પણ આરોગી પચાવી જતાં મારે એ સાથે રવિવાર જોઈએ,
હવે અન્ય લોકોની દષ્ટિએ મારે એકાંત છે, નિરાંત છે બધાને મન મારે શાંતિ છે,
પરંતુ કોણે કહ્યું કે વૃદ્ધત્વ ના આ પડાવ પર આ એકાંત, નિરાંત અને સગવડ નહીં પરંતુ મારે તો મારા હૈયા સાથે વિતાવેલ સગપણ પાછું જોઈએ પછી ભલે એ પ્રત્યક્ષ ના હોય સંસ્મરણો માં પણ ખુશી છે.🦚🦚