“નિખાલસતા”
સૌથી આદર્શ અને અનુકરણીય નિખાલસતા મિત્રતામાં જોવા મળે છે,જ્યાં માન,અપમાન,સચ-જુઠ, સ્વાર્થ, અહંકાર, ગમો-અણગમો,શંકા-કુશંકા વગેરે દરેક બાબતોની ચર્ચા નિ:સ્વાર્થભાવે લાગણી સભર થાય છે.જે પરસ્પર નિખાલસતાથી સ્વિકારી લે છે જેના પરિણામ સ્વરૂપે સાચી અને સચોટ મિત્રતામાં ક્યારેય ઉણપ કે ઓટ આવતી નથી. તેથી તે આજીવન અખંડ અને અમર રહે છે. અંતમાં નિખાલસતાથી ભરેલા સંબંધોને ખુલ્લાં મનથી સ્વિકારી શંકા કુશંકાથી દૂર રાખી નિભાવતા રહેશો
તે તે આજીવન ચિરંજીવ રહેશે.
ગિરીશ એલ. ગાંધી ‘જયગીરી’
🙏🏻