આ ઝગડો, વિવાદ, અને
તુ તુ મે મે નું જો સારું પરિણામ જોઈતું હોય તો, આજથી જ, અત્યારથી જ આ ત્રણ જ્ગ્યાએ ઝગડવાનું શરૂ કરી દો.
નંબર એક, આખો દિવસ મતલબ વગર ઉછળકૂદ કરતાં આપણાં જેવાતેવા વિચારો સાથે, નંબર બે, સમયાંતરે દેડકાની જેમ નાહકના આમતેમ ભટકતા આપણાં મન સાથે, ને અગત્યનો ઝગડો કરો નંબર ત્રણ સાથે, આ નંબર ત્રણ એટલે કે, પળવારમાં કોઈને કોઈ બહાનું શોધી લેતી આપણી હઠીલી આળસ, કે કાયમી ધોરણે આપણામાં વસવાટ કરવા, હોય એટલી તાકાત લગાવીને આપણી ઉપર સંપૂર્ણ પણે કબ્જો જમાવવા મથતી આપણી બેદરકારી સાથે, ને આ ત્રણે સાથે, ત્યાં સુધી ઉગ્ર વિવાદમાં ઉતરવું કે, જ્યાં સુધી
આપણને પોતાને એનું કોઈ સારું પરિણામ ના મળી જાય.
-Shailesh Joshi