તારા દરેક પ્રણયમાં જીવતી આ વેદનાં.
શ્વાસે શ્વાસે રમતી આ વેદના.
ચાલ તારી બધી જ નકામી કરતી આ વેદનાં.
લાગણીમાં તરબોળ કરતી તને આ વેદના.
જરા પણ દૂર તું જાય ન ચલાવે આ વેદનાં.
તારા હળવાશ થી ફેરવેલા હાથને પકડતી આ વેદના.
ગુસ્સો તો સદા નાક પર જ રહેશે આ વેદનાને.
છત્તાં જીરવવો તો પડશે ઓ આત્મા.
પ્રેમના બણગા તે જ ફુંકયા હતા આ વેદનાને.
હવે છોડ તું રસ્તો ન પાલવે ઓ આત્મા...
વિચાર્યા વગર તો નહીં આવ્યા ઓ આત્મા.
હવે પિંજરૂ ખુલ્લુ મૂકો તો નહીં ચાલે ઓ આત્મા.
જવું હોય ત્યાં જઈ શકો છૂટથી ઓ આત્મા.
આવવું તો પડશે જ વેદનાં ના પલકારામાં
વેદનાં ની કલમે 💓 ❤️