Gujarati Quote in Motivational by वात्सल्य

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારનું સ્મિત....
નવી સવી બનેલી ગર્લ ફ્રેન્ડ માટે બૉય ફ્રેન્ડ દરરોજ ચેટ કરતાં કરતાં રૂબરૂ મળવાની ડેટ નક્કી કરી દીધી.
બૉય ફ્રેન્ડને થયું કે લાવ આજે મારી ગર્લ ફ્રેન્ડને પહેલી વખત મળવા જાઉં છું તો સરસ ગિફ્ટ લઇ લીધી.
નિર્ધારિત ડેટ અને સ્થળે મળ્યાં...ખૂબ વાતો કરી,કોફી નાસ્તો કરી છુટા પડતી વખતે બૉય ફ્રેન્ડ લાવેલ ગિફ્ટ પોતાની પ્રિયાને આંખો બંધ કરવાનું કહી હાથમાં આપે છે.હાથમાં પકડાવી ખુશી વ્યક્ત કરી આંખો ખોલવાનું કહે છે.
આંખો ખોલી ત્યાં થોડી સ્મિત સાથે ગર્લ ફ્રેન્ડ બોલી : "મારા મિત્ર મને મોંઘી ગિફ્ટ આપવા બદલ આભાર.પરંતુ આજ પછી કોઈ ગિફ્ટની આપ-લે નહીં કરીએ.કેમકે હું કે તું બેઉ ચડસા ચડસીમાં આ બાબતે ક્યાંક પરસ્પર નારાજગી થઇ તો આપણી મિત્રતા શાસ્વત નહીં રહે,હું ઈચ્છું છું કે હું તારી સાચી દોસ્ત છું.મારે તારી માત્ર દોસ્તી જોઈએ છે.મારે તારી જરૂર છે,તારી ગીફ્ટની નહીં,તું જ મારી ગોડ ગિફ્ટ છે.હવે પછી ગિફ્ટ વગર જ મળીએ તે જ આપણી મિત્રતા છે."
બૉયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની આ વાત પર રીતસર નમી પડ્યો.અને વધુ એક ગિફ્ટ સંતાડેલું "ગુલાબ" તેના હાથમાં આપી બોલ્યો "આભાર પ્રિયા"
- વાત્સલ્ય

-वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111938492
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now