હેતુને બંધ આંખે વાંચો છો!
ઝીલવા સબંધ બંધ બાંધો છો!
ખબર છે છતાં માળો બાંધો છો!
ભ્રમર ની દ્રષ્ટિથી ઉડવા માગો છો!
ફૂલના પ્રણયમાં બિડાવા માગો છો!
માળી ના ફૂલને ચાહવા માગો છો!
મંજિલ સુધી સાથે ચાલવા માંગો છો!
ટૂંકામાં ટૂંકો મારગ દેખાડવા લાગો છો!
ઈમાનદારીના પલડામાં બેસવા માંગો છો!
વેદના ની ખોટી વાતોમાં ફસાવા માંગો છો!
હોય ના ડગ પણ ડગર તો માંડો છો!
શ્વાસમાં શ્વસન કરતું નગર માગો છો!
ભાગ્યની ભીનાશ પાંપણ પર માંગો છો!
આભાસી સફર નો સાથ તમે માંગો છો!
વેદનાની કલમે 💓❤️