હું કાંઠા નું જળ, તું સંગાથ ની લહેર!
હું એક સુંદર કાયા તુ એનું ધબકતું હૃદય!
હું શ્વાસની માળા, તું મારા વિશ્વાસ નો મોતી.
હું સલોણુ સ્વપ્ન ,તું નયન અલબેલા મારાં
હું રંગો થી રંગીન તું રંગ સભર મારુ જીવન.
હું શબ્દ સુર, તું અનુવાદ મારી ભાષાનો
નટખટ ઉછળતી વેદનાં, તુ શાંત સરળ ઘાટ.
હું અલબેલી વાતો તું ઘાયલ સ્મિત મારું
હું મનમોહન અદા તું ઝંખના નો સ્પર્શ.
હું અધીરી વાતો ના ગોટા, તું મારી વાતોનું પ્રમાણ.
વેદનાની કલમે 💓❤️