શ્રી.દિનેશ માંકડની fb પોસ્ટ સાભાર.
આખાં દિવસ મજાક કર્યા પછી હવે થોડી ગંભીર ચર્ચા કરું.
મીત્રો સારાંમા સારી ગાડી કાર પણ 10 વર્ષ પછી માઇલેજ ઓછી જ આપે એ સાવ સામાન્ય ગણીત છે.
ડ્રાઈવર ભલે ગમે એટલો સારો હોય 18 કલાક ડ્રાઇવ કરતો હોય પણ કાર મેન્ટેનન્સ માંગે.
10 વર્ષ માં 2 મોટી કાર રેલી ઓફ રોડ રેસ માં જ્યાં નવાં નવાં હડલ્સ આવે કાર ચલાવતી વખતે એ પણ એક પણ સ્ક્રેચ (ભ્રષ્ટાચાર) વગર .
પેલ્લુ ટાયર પંજાબ માં ફાટ્યું (અકાલી દલ) કીશાન આંદોલન નું હડલ્સ વખતે.
પછી આગળ વધ્યાં ત્યારે બીજું હડલ્સ કોરોના નું આવ્યું ત્યારે એર ફીલ્ટર બગડ્યું મહારાષ્ટ્ર માં (શીવ સેના)
પછી ડ્રાયવરે કાર આગળ લીધી ત્યારે બીજું પાછલું ટાયર ફાટ્યું (કર્ણાટક)
પછી આગળ વધ્યાં તો કાર મણીપુર માં ફસાઈ ગય અને સાઇલેન્સર પર નુકસાન થયુ.
ગાડી જેમ તેમ આગળ વધી ત્યાં બંગાળ માં રોજ પથ્થર પડતાં અને કાચ ફુટતા (કાર્યકરો ને મારતાં)
ધણી જગ્યાઓએ હોર્ન વગાડી ગાડી ડ્રાયવર કાઢી લેતો હતો તો ધણી જગ્યાઓએ સાઇડ જ નહતી મળતી.
આખરે ખબર પડી કે એન્જીન ઓઈલ અને બ્રેક ઓઇલ ની જરૂર છે (RSS) તો કહ્યું હાલ એનાં વગર ચલવી લો.
આમ કરતાં કરતાં ટાયરો બદલાયાં એમાં બેલેનસીંગ ખોરવાયું, નવાં ફીલ્ટર આવ્યાં,મીરર નવાં લાગ્યાં, ઓઇલ બદલ્યું નહીં.
આવી બધી પરી સ્થિતિ વચ્ચે 272 કીલોમીટર કાપવાના હતાં એ છેવટે ડ્રાઈવર સારો હતો એટલે એણે રસ્તા માં 2 જણની મદદ થી ઓફરોડ કાર રેલી પુરી કરી.
હવે આ કારને 5 વર્ષ સુધી સર્વિસ સ્ટેશન પર આપી એની પુરેપુરી મરમ્મત કરી ટાયર, વીલ્હબેલેસીગ, ટ્યુશન અપ, ઓઇલ પાણી, ફીલ્ટર, ટર્બો બધું જ બદલી નાખી ફરી રેસમાં ઉતારવાની છે.
એક પણ નાનો સ્ક્રુ પણ જો અવાજ કરતો હશે તો કાંતો એને ફીટ કરવામાં આવશે કાંતો નવો નાખવામાં આવશે.
પણ ડ્રાઈવર આનાં જેવો કોઈ બીજો ન મળે ત્યાં સુધી બદલવામાં નહીં આવે ભલે એની ઉમ્મર 75 થાય કે 80