મળવાની જીદ તારી ક્યારેય હોતી નથી.
મને ખોવાનો ડર તને રોજ સતાવે છે.
તારા હૃદય પર મારા પગરવ દેખાય છે.
બાકી લાગણી નો તારો ક્યાં હિસાબ છે.
રોજની મારી વાતો "ખબર છે" ત્યાંથી શરૂ છે.
ખબર ના હોવા છતાં હળવું સ્મિત તું છે.
હોય હજારો કામ છતાં આપે હળવાશ મને.
મારી નારાજગીનું તો તું સરનામું છે.
હું ઉછળતી નદીની જેમ આવતી તારી પાસે.
મારા અશ્રું ને શાંત કરતો તુ સરોવર છે.
એક એક શ્વાસ પછી અલ્પવિરામ છે તું
વેદના ની જિંદગીનું પૂર્ણવિરામ છે તું.
વેદનાની કલમે 💓❤️