મૂકી મનમાં નવી આશ ને, કલમે ગઝલ રચું છું
તારી ઇર્ષાની અગ્નિ ઠારી, કાગજે શબ્દો રચું છું!
દફન થયેલી લાગણીઓને, પ્રેમની કટારે કોતરું છું,
મનને મનાવી શોળે શણગાર, સ્વપ્ને રાસ રચાવું છું!
વર્ણન કરતાં તારું, ખુંદને દર્પણ સમક્ષ નિહાળું છું,
યાદ કરતાં તુજ ને, મારી માંગે સિંદૂર સજાવું છું!
કહે 'જીજ્ઞા' ભૂલી દર્દ ને તુંજ સંગ ગગન વિહાર માંગુ છું,
હ્રદયે એકમેકના મળે, એવું સૂરજથી અજવાળું માંગુ છું!
Jigna ✍️
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹