૨૧/૦૫/૨૦૨૪
ચા...એટલે...ચા...એટલે... ચા...
બસ....
જેમ...માં તે માં...એમ...ચા...તે...ચા...
આજે 21st May...
વિશ્વ ચા દિવસ....
બધા વગર ચાલે...
પણ...પણ...પણ...
ચા...વગર તો ન જ ચાલે હો...બાપ...
ધરતી પર નું અમૃત....ચા....
તાજગી નો પર્યાય......ચા....
મિત્રતા નું પ્રતીક.........ચા....
સુસ્તી ની દુશ્મન.........ચા....
સુખ..દુઃખ ની સાથી.....ચા....
શિયાળા ની લિજ્જત...ચા....
ઉનાળા ની મોજ..........ચા....
ચોમાસા ની ચૂસકી.......ચા....
ભજીયા નો ભેરુ..........ચા....
રૈયત નું રજવાડી પીણું.... ચા....
ચોરે ચૌટે... ચર્ચાતી........ચા....
ગરીબ નો ટેકો................ ચા...
અમીર ની ફેશન............. ચા....
ઊંઘ ભગાડી જગાડે.........ચા....
પ્યારી..દુલારી..રજવાડી.....ચા...
મોજ કરાવે કાયમ............ચા...
જન્મ ની ખુશાલી માં પણ....ચા...
સ્મશાને પણ ટેકો કરાવે...... ચા...
વિશ્વ ના તમામ પીણાં ઓ જેની પાસે...
ટૂંકા પડે...એવી...અમારી...આ....ચા..
બસ..વધુ તો શું લખું...
આ લખતાં લખતાં પણ...
ત્રણ વાર પીવાય ગઈ........ચા...
જય હો...ચા...ની...જય જય હો..☕️ 🫖 ☕️