દુનિયા તબિબને બીજો ભગવાન માને છે,
કુદરતનું માનવને આપેલ વરદાન માને છે.
સ્વાર્થ અને લાલસાનો તેને ચહેરો ધર્યો છે,
ધનની તૃપ્તિ કરવા એક જીવ ને હણ્યો છે.
બંગલા બનાવવા માસુમની જાન માંગે છે....
હમણાં એક બનાવ બન્યો છે રાજકોટમાં,
દાકતરી સેવા ચાલી રહી માનવતાની ખોટમાં.
આજકાલ તબીબો ધનને જ જાન માને છે...
શત્રુ હોવા છતાં સુષેણ ઉપચાર કરતા હતા,
ઈશ્વરી આશિષ ખાતર એ વૈદ્ય મરતા હતા.
જનસેવા ને જ સાચા વૈદ્ય અભિમાન મને છે...
મૃત દેહના દામ લાગે છે, ફરજથી આવા ભાગે,
"મનોજ" એ હેવાનો મદડાના પણ પૈસા માગે.
મનોજ બેભાન માનવતાનું હવે ભાન માંગે છે...
મનોજ સંતોકી માનસ